Showing posts with label Gtuinfo. Show all posts
Showing posts with label Gtuinfo. Show all posts

Tuesday, 25 June 2013

Gujarat Management Quota 2013 - 2014

Gujarat Management Quota Guidelines 2013 - 2014 in Gujarati

સંચાલક મંડળ (Management Quota) ની બેઠકો ભરવા માટેની અપેક્ષિત કાર્યરીતિ શૈક્ષણિક વર્ષ ૨૦૧૩-૧૪

સંચાલક મંડળની બેઠકો ભરવા માટેની કાર્યરીતિ :

દરેક સંસ્થા fair, transparent & non-exploitative રીતે પ્રવેશ કાર્યવાહી કરશે તેમજ કોઈપણ પ્રવેશપાત્રતા ધરાવતા વિદ્યાર્થીને પ્રવેશ ફોર્મ આપવાની કે સ્વીકારવાની ના પાડશે નહીં.

દરેક સંસ્થા સંચાલક મંડળની બેઠકો પર પ્રવેશ આપવા માટે તેમની સંસ્થામાંથી એક નોડલ ઓફિસર નિયુક્ત કરશે. પ્રવેશ સમિતિને નોડલ ઓફિસરના નામ તેમજ ફોન નંબર જાણ કરશે. વિદ્યાર્થી તેમજ પ્રવેશ સમિતિ¸ પ્રવેશ અંગેની ફરિયાદ માટે નોડલ ઓફિસરનો સંપર્ક કરશે અને નોડલ ઓફિસર આવી તમામ ફરિયાદોનો નિકાલ સમયમર્યાદામાં કરશે.

સંચાલક મંડળની બેઠ્કો ઉપર પ્રવેશ આપવા માટે દરેક સંસ્થા અત્રેથી આપેલ નિશ્ચિત સમયગાળા દરમિયાન પોતાની અનુકૂળતા મુજબ સમયપત્રક બનાવી પ્રવેશની કાર્યવાહી કરશે. પ્રવેશ કાર્યવાહી તા. ૨૧/૦૬/૨૦૧૩ થી શરૂ કરી મોડામાં મોડી તા. ૨૧/૦૭/૨૦૧૩ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. પ્રવેશ આપવા માટેનું કાઉન્સેલીંગ પ્રવેશ સમિતિનાં પરામર્શમાં શરૂ કરવાનું રહેશે. પ્રવેશ આપેલ વિદ્યાર્થીની યાદીને પ્રવેશ સમિતિ દ્વારા સૂચિત સમયમર્યાદામાં પ્રમાણિત કરાવવાની રહેશે.

સંચાલક મંડળની બેઠકો ઉપર પ્રવેશ આપવા માટે પ્રત્યેક સંસ્થા અથવા સંસ્થાઓનો સમૂહ સાથે મળી સંયુક્ત રીતે પ્રવેશ કાર્યવાહી કરશે. પ્રવેશ કાર્યવાહી અંગેની તમામ વિગતો રાજ્યના ૫૦,૦૦૦ (પચાસ હજાર) કે તેથી વાધારે નકલોનું વેચાણ ધરાવતા અગ્રગણ્ય સમાચાર પત્રો પૈકીના કોઈપણ એક સમાચારપત્રમાં તથા સંસ્થાની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરશે. પ્રવેશ પત્ર ભરવા માટે તથા ભરેલા પ્રવેશ પત્રો પરત લેવા માટે ઓછામાં ઓછા કામકાજના સાત દિવસોનો સમય આપવાનો રહેશે. આવી જાહેરાતમાં પ્રવેશ પ્રક્રિયાનું સમયપત્રક એટલે કે પ્રવેશ ફોર્મ વિતરણ તથા સ્વીકારનો સમયગાળો, મેરીટ યાદી જાહેર કરવાની તારીખ તથા કાઉન્સેલીંગની તારીખ અને સ્થળનો સમાવેશ એક જ જાહેરાતમાં અચૂકપણે કરવાનો રહેશે તેમજ પ્રવેશ સમિતિને તેની સંપૂર્ણ માહિતી આપવાની રહેશે.

સંસ્થા વિતરણ કરેલ પ્રવેશ ફોર્મની તથા પરત મળતા પ્રવેશ ફોર્મની નોંધ રાખશે, તેને લગતું એક અલાયદું રજિસ્ટર નિભવશે. સંસ્થા તેને મળેલ પ્રવેશપાત્રતા ધરાવતા અને પ્રવેશ સમિતિનો મેરીટ નંબર ધરાવતા વિદ્યાર્થીઓની આંતરિક મેરીટ (Inter-se Merit) યાદી બનાવશે, મેરીટ યાદી સંસ્થાના નોટીસ બોર્ડ ઉપર, વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવાની રહેશે તથા પ્રવેશ સમિતિને એક નકલ મોકલવની રહેશે. મેરીટમાં સમાવિષ્ટ દરેક વિદ્યાર્થીને કાઉંસેલીંગ માટે કાઉંસેલીંગના સાત દિવસ અગાઉ સ્પીડ પોષ્ટ અથવા રજિસ્ટર્ડ પોષ્ટથી વ્યક્તિગત રીતે જાણ કરવની રહેશે.
સંચાલક મંડળની બેઠકો માટેનો પ્રવેશ ફોર્મ માટેની ફી રૂ. ૩૫૦/- થી રાખી શકશે નહીં.

સંચાલક મંડળની બેઠકો ભરવા માટેની આ કાર્યરીતિનૂં દરેક સંસ્થાએ ચુસ્ત પાલન કરવાનું રહેશે. સદર કર્યરીતિના ઉલ્લંઘન અંગેની સંસ્થા વિરુદ્ધની ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવશે તથા આવા કિસ્સામાં ગુજરાત વ્યાવસાયિક ટેકનીકલ શૈક્ષણિક લોલેજ અથવા સંસ્થાઓ (પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ) અધિનિયમ, ૨૦૦૭ (ગુજરાત કાયદા ક્રમાંક ૨/૨૦૦૮) ની કલમ ૧૪ અન્વયે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

Reference By: Gtuinfo.in/Admission/2013/JACPC_Admission_2013_Management_Quota_Guidelines.aspx